દિવાળી પર નિબંધ | 3 Best Diwali Essay In Gujarati

નમસ્તે મિત્રો, આપ સૌ નું અમારા બ્લોગ Essay Topics માં સ્વાગત છે. આજના આર્ટિકલ “દિવાળી પર નિબંધ (Diwali Essay In Gujarati)” માં આપણે ખુબ સરસ એવા 3 નિબંધના ઉદાહરણ જોવા જઈ રહ્યા છીએ. આશા છે કે આ ઉદાહરણ તમામ વિદ્યાર્થીઓ માટે ખુબ ઉપીયોગી સાબિત થશે.

દિવાળી નો તહેવાર તમામ હિન્દુ ધર્મના લોકો માટે એક મુખ્ય તહેવાર માનવામાં આવે છે, જેને સમગ્ર દેશ અને વિદેશમાં રાહત ભારતીયો દ્વારા ધામ ધૂમ થી ઉજવવામાં આવે છે. આ ઉદાહરણ તમને ગમે અને ઉપીયોગી લાગે તો નીચે કોમેન્ટ કરી અને અમને જરૂરથી જણાવજો.

દિવાળી પર નિબંધના ઉદાહરણ (Examples of Diwali Essay In Gujarati)

દિવાળી અથવા દીપાવલી એ પ્રકાશનો તહેવાર માનવામાં આવે છે અને તે હિન્દુ, જૈન અને શીખો દ્વારા ઉજવવામાં આવતા મુખ્ય તહેવારોમાંનો એક છે. આ તહેવાર સામાન્ય રીતે પાંચ દિવસ સુધી ચાલે છે અને આસો મહિનામાં ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મના સૌથી લોકપ્રિય તહેવારોમાંનો એક, દિવાળી અંધકાર પર પ્રકાશની આધ્યાત્મિક જીત, અનિષ્ટ પર સારા અને અજ્ઞાનતા પર જ્ઞાનનું પ્રતીક માનવામાં આવે છે.

તેથી, ઘણા વિદ્યાર્થીઓ ગુજરાતીમાં દિવાળી પર નિબંધ શોધવા માટે Google પર સર્ચ કરે છે. અમે ખાસ કરીને આ Article તમામ વિદ્યાર્થીઓ માટે પ્રકાશિત કરેલો છે, જ્યાં તમે દિવાળી વિશે નિબંધ લખવા વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. દિવાળીનો તહેવાર શું છે, દીપાવલીનું મહત્વ શું છે, દીપાવલી શા માટે ઉજવવી જોઈએ, દિવાળી ઉજવવાનું કારણ શું છે, દીપાવલીનો અર્થ શું છે.

500 શબ્દોનો દિવાળી પર નિબંધ (500 Word Diwali Essay In Gujarati)

ભારતને તહેવારોનો દેશ માનવામાં આવે છે. આપણા દેશમાં દર વર્ષે અનેક ધાર્મિક, સામાજિક, રાષ્ટ્રીય અને અન્ય તહેવારો ઊજવવામાં આવે છે. એક ધારા જીવનથી કંટાળેલા માનવીને તહેવારોની ઉજવણીથી આનંદ, ઉલ્લાસ અને તાજગીનો અનુભવ થાય છે.

દિવાળી એટલે દીપોત્સવ એ ભારતનો સૌથી મોટો તહેવાર છે. દિવાળીનો તહેવાર હિન્દૂ કેલેન્ડર અનુસાર દર વર્ષે આસો મહિનામાં આવે છે. ગુજરાતમાં મુખ્યત્વે આ તહેવાર ધનતેરસથી લાભપાંચમ સુધી, એટલે કે પૂરા એક અઠવાડિયા સુધી ઊજવાય છે. ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને શ્રી રામ, લક્ષ્મણ અને સીતાએ દિવાળીના દિવસે અયોધ્યામાં પુનઃપ્રવેશ કર્યો હતો. તમામ અયોધ્યાના લોકો એ ધેર ધેર દીવા પ્રગટાવી શ્રી રામ, લક્ષ્મણ અને સીતા પુનરાગમનનો આનંદ મનાવ્યો હતો અને ત્યારથી દર વર્ષે દિવાળીનો તહેવાર સમગ્ર ભારતમાં ઊજવાય છે.

વિકમ સંવતનો છેલ્લો દિવસ એટલે આસો વદ અમાસ. એના બીજા દિવસથી વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ ધાય છે. તેની ખુશાલીમાં તમામ હિન્દૂ ધર્મના લોકો દ્વારા આ તહેવાર ઊજવાય છે. નવરાત્રિ પૂરી થતાં જ લોકો દિવાળીના સ્વાગતની તૈયારીઓમાં વ્યસ્ત થઇ જાય છે. તઓ પોતાના ઘરની સફાઈ કરે છે. ઘરની દીવાલો અને બારીબારણાં ને નવો કલર કરવામાં આવે છે. નવા કપડા, ફટાકડા, મીઠાઈઓ અને સુશોભનની વસ્તુઓ ઘરમાં આવવા લાગે છે.

ભારતમાં તમામ કર્મચારોઓ ને આ સમયે બોનસ આપવામાં આવે છે, જેથી તે આપણા મુખ્ય તહેવાર ને ધામ ધુમ અને જોશ થી ઉજવી શકે. ધનતેરસથી જ તમામ ઘરે દીવા પ્રગટાવવાની સુરુવાત થઇ જાય છે, જેથી તમામ જગ્યા પ્રકાશ થી જળહળી ઉઠે છે. આ સિવાય સરકારી કચેરી અને બિલ્ડિંગોમાં લાઇટિંગ કરવામાં આવે છે, જેથી તમામ શેહરો એક નવી રોનક જોવા મળે છે.

diwali essay in gujarati- દિવાળી પર નિબંધ

આ સમયે બાળકોને વેકેશન હોય છે. તેઓ આ દિવસે નવાં કપડાં પહેરીને તથા ફટાકડા કોડીને આનદ માણે છે. દિવાળોના તહેવારમાં ધનતેરસ, કાળીચોદસ, દિવાળી, બેસતા વર્ષ, ભાઈબીજ અને લાભ પાચમના દીવસોનું એક વિશેષ મહત્ત્વ હોય છે.

ધનતેરસના દિવસે લક્ષ્મીનું અને કાળીચોદસના દિવસે કાળી માતાનું પૂજન કરવામાં આવે છે. દિવાળીના દિવસે વેપારીઓ ચોપડા પૂજન કરે છે. તે હિન્દૂ સંસ્કૃતિ અનુસાર વર્ષનો છેલ્લો દિગસ છે. બેસતા વર્ષના દિવસે લોકો વહેલી સવારે તેયાર થઈને મંદિરે ભગવાન ને પગે લાગવા જાય છે. ઘણા મંદિરોમાં આ દિવસે ભગવાનની મૂર્તિ પાસે અન્નકોટ ધરવામાં છે.

આ સિવાય લોકો પોતાનાં સગાંવહાલાં અને મિત્રોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. તેમનું મીઠાઈ ખવડાવી અને સ્વાગત કરે છે. ભાઈબોજના દિવસે બહેનને ઘેર ભાઈઓ જમવા માટે જાય છે. બહેન પોતાના ભાઈ માટે સ્વાદિષ્ઠ વાનગીઓ બનાવે છે. ભાઈ પોતાની બહેનને યથાશક્તિ પ્રમાણે ભેટ આપે છે.

લાભ પાંચમના દિવસને શુભ માનવામાં આવે છે, જેથી સૌ પોતપોતાના ધંધાનું મુહૂર્ત કરે છે. દિવાળી આપણા દેશ અને વિશ્વનો એક લોકપ્રિય તહેવાર છે. દિવાળીમાં ખુબ ખરીદી થતી હોવાથી દુકાનદારોને સારી કમાણી થાય છે. વળી, આ દિવસોમાં અનેક કામો મળી રહેતાં હોવાથી કારીગર વર્ગને પણ ઘણો લાભ થાય છે. તેથી દરેક લોકો આતુરતાથી દિવાળીની રાહ જોતા હોય છે.

દિવાળીની રજાઓમાં કેટલાક લોકો પ્રવાસે પણ જાય છે. બેસતા વર્ષના દિવસથી વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થાય છે, તેની સાથે આપણા નવા સંબંધો પણ શરૂ થાય છે. કોઈની સાથે મન દુઃખ થયું હોય તો તે ભૂલી જઈ અને લોકો નવા સબંધની શરૂવાત કરે છે. આ દિવસે અંતરનો અંધકાર દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાય છે.

આવા પર્વની ઉજવણી સાથે સાથે આપણે એક બીજાને સમજી અને મદદરૂપ થવું જોઈએ. દિવાળીના પર્વનો આ જ મુખ્ય સંદેશ છે. આ સાથે સાથે આપણે ગાંધીજીની એક વાત પણ યાદ કરવી જોઈએ “ન બોલે તેને બોલાવજો. જે ન આવે તેને ઘેર જજો. જે રિસાય તેને રીઝવજો. આ બધું તેના ભલાને સારુ નહિ પરંતુ તમારા ભલાને સારુ કરજો. જગત લેણદાર છે અને આપણે તેના કરજદાર છીએ.”

“દીપ પ્રગટાવો, પ્રીત જગાવો.
સાથે સાથે,
અંતરનો અંધકાર ભગાવો.”

આ પણ જરૂર વાંચો- 100+ સુંદર ગુજરાતી નિબંધના ઉદાહરણ (PDF સાથે)

300 શબ્દોનો દિવાળી પર નિબંધ (300 Word Diwali Essay In Gujarati)

આપણે વર્ષ દરમિયાન અનક ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઊજવીંએ છીએ. દિવાળી આપણા દેશનો સૌથી મોટો તહેવાર માનવામાં છે. તેને તહેવારોનો રાજા કહવાય છે. દિવાળી આસા મહિનામાં આવ છ. આસા માસ શરૂ થતાં લૉકો દિવાળીની તેયારી કરવા લાગે છે.

આ તેહવાર પેહલાથી જ લોકો તેમનાં ઘરની સાફસફાઈ કરે છે અને નવો કલર કરે છે. દિવાળીના દિવસોમાં દુકાનો અન મકાના પર રંગબેરંગી લાઈટો કરવામાં આવે છે. આ સમયે લોકો નવાં કપડાં, ફટાકડા, મીઠાઈ વગેરેની ખરીદી કરવા માટે બજારમાં એક સાથે ઊમટી પડે છે. દિવાળીનો તહેવાર પાંચ દિવસનો હોય છે, ધનતરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ.

ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે. કાળી ચૌદસના દિવસે શ્રીકૃષ્ણ એ નરકાસુર નામના રાક્ષશનો વધ કર્યો હતો. તેની ખુમાં લોકો દીપમાળા પ્રગટાવે છે. કાળીચોૌદસના દિવસે કાળીમાતાનું પૂજન કરવામાં આવે છે. દિવાળીનો દિવસ વર્ષનો છેલ્લો દિવસ છે, તેથી વ્યાપારીઓ ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજન કરે છે.

કારતક સુદ એકમના દિવસે વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થાય છે. સવારે વેહલા લોકો મંદિરે દર્શન કરવા જાય છે, મિત્રો અને સગાંવહાલાંને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. લોકો મિત્રો અને સગાંવહાલાંને નૃતન વર્ષાભિનંદન કાર્ડ અને સોશિયલ મીડિયામાં સંદેશાઓ મોકલે છે..

ભાઈ બીજને દિવસે ભાઈ બહેનને ઘેર જાય છે. બહેન ભાઈને ભાવતાં ભોજન જમાડે છે અને ભાઈ બહેનને ભેટ આપે છે. સમાજના બધા લોકો દિવાળીનો તહેવાર ધામધૂમથી ઊજવે છે. સ્રીઓ ઘરના આંગણામાં દીવા પ્રગટાવે છે. લોકો અવનવી વાનગીઓ, નવા કપડાં પેહરી અને ફટાકડા ફોડીને આનંદ અને ઉલ્લાસથી દિવાળી ઊજવ છે.

દરેક લોકો કોઈ સાથેના વેર ભૂલી જઈને તેને નવા વર્ષે શુભેચ્છાઓ પાઠવીવે છે. દિવાળીનો તહેવાર “માફ કરો અને ભૂલી જાઓ” ની ભાવના વિકસાવવાનો તહેવાર અને અંતરનો અંધકાર દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનો તહેવાર છે. આમ ભારત ને વિદેશમાં તમામ હિન્દૂ સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકો આ તહેવાર હર્ષ અને ઉલ્લાસથી ઉજવે છે.

વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ)

ભારતનો સૌથી લોકપ્રિય તહેવાર કયો છે?

દિવાળીને આપણા દેશમાં સૌથી લોકપ્રિય તહેવાર માનવામાં આવે છે, આ દિવસે ભગવાન શ્રી રામ લંકા પર વિજય મેળવ્યા બાદ અને 13 વર્ષનો વનવાસ વિતાવીને તેમના ઘર અયોધ્યા પરત ફર્યા હતા. ત્યારે તમામ અયોધ્યા વાસીઓ એ દીવાઓ પ્રગટાવી તેમનું સ્વાગત કર્યું હતું, ત્યારથી દર વર્ષે તે દિવસને દિવાળી તરીકે ઉજવવામાં આવે છે.

દિવાળી ક્યારે ઉજવવામાં આવે છે?

તે હિંદુ કેલેન્ડર અને અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે બદલાય છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ, આ તહેવાર ઓક્ટોબરના અંતમાં અથવા નવેમ્બરની શરૂઆતમાં આવે છે. જ્યારે હિન્દુ કેલેન્ડર મુજબ તે આસો મહિનાના છેલ્લા દિવસે ઉજવવામાં આવે છે.

સારાંશ (Summary)

હું આશા રાખું છું કે તમને “દિવાળી પર નિબંધ (Diwali Essay In Gujarati)” લેખ ખૂબ જ ઉપયોગી અને રસપ્રદ લાગ્યો હશે. આ નિબંધના ઉદાહરણ દ્વારા, હવે તમે તમારો એક સુંદર નિબંધ લખવામાં સક્ષમ હશો. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં આવા અવનવા નિબંધ ઉદાહરણો માટે, અમારા બ્લોગ www.essay-topics.com ની મુલાકાત લેતા રહો અને અમને YouTube, Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં.

Leave a Comment